HomeMorbi05 મહિનાથી ગુમ બાઇકનો ભેદ ઉકેલાયો: જામનગરથી ચોરાયેલી મોટરસાયકલ સાથે મોરબી LCBના...
05 મહિનાથી ગુમ બાઇકનો ભેદ ઉકેલાયો: જામનગરથી ચોરાયેલી મોટરસાયકલ સાથે મોરબી LCBના હાથે શખ્સ ઝડપાયો
મોરબી ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ રીતે ફરતા એક શખ્સને રોકી પૂછપરછ કરતાં જામનગરમાંથી પાંચ મહિના પહેલાં ચોરાયેલી મોટરસાયકલનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીની બાઇક કબજે કરી આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફ કામગીરી કરવા મોરબી તાલુકા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમિયાન મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ ઓક્ટ્રી હોટલ સામે આવતા માલાભાઇ કાળુભાઇ બરવાડીયા (ઉ.વ.૩૦) રહે.નવા જાંબુડીયા શક્તિપરા તા.જી.મોરબીવાળો ઇસમ મોટરસાયકલ ચલાવી વાંકાનેર બાજુથી શંકાસ્પદ રીતે આવતો જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે નહિ હોવાનુ જણાવેલ જેથી આ મોટર સાયકલની માલીકી બાબતે ખરાઇ કરી ઇસમની વિશેષ પુછપરછ કરતા આ મોટર સાયકલ તેણે પોતાના ભત્રીજા વિજય અજય ઉર્ફે ભદાભાઇ સલાટ રહે. જાંબુડીયા તા.જી.મોરબીવાળા પાસેથી લીધેલ હોવાનું જણાવતો હોય જેથી આ મો.સા. તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે મો.સા.બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા આ મો.સા. બાબતે જામનગર સીટી બી ડિવિઝન પો.સ્ટે.માં કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે મો.સા.ચોરીનો ગુનો વણશોધાયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(6)મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.અને જામનગર સીટી બી ડિવી પો.સ્ટે.ને જાણ કરવા સમજ કરેલ છે.