HomeMorbiરામનગર સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

રામનગર સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

મોરબી એલસીબી અને પેરોલ સ્ક્વોડે ખાનગી બાતમીના આધારે રામનગર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને રૂ. 1.21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, ભરતસિંહ મદારસિંહ પરમાર રહે.મોરબી નવલખીરોડ રામનગર સોસાયટી મોરબીવાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવવાળા સ્થળે રેઇડ કરતા જુગાર રમતા છ ઇસમો ભરતસિંહ મદારસિંહ પરમાર ઉ.વ.૬૪ રહે. નવલખીરોડ રામનગર સોસાયટી મોરબી, રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા ઉ.વ.૪૩ રહે. નવીપીપળી તા.જી.મોરબી, વિપુલભાઇ રમેશચંન્દ્ર મહેતા ઉ.વ.૫૦ રહે. મોરબી દરબારગઢ જાનીશેરી, જેઠુભાહેમુભા રાઠોડ ઉ.વ.૭૬ રહે.મોરબી-૨,ગુ.હા.બોર્ડ એલ-૫૨, તા.જી.મોરબી, કમલેશભાઇ મોતીભાઇ મેવાડા ઉ.વ.૪૮ રહે. મોરબી-૨ સુર્યકીર્તિ સોસાયટી શેરી નં-૨ તા.જી.મોરબી, રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા ઉ.વ.૪૫ રહે. મોરબી-૨ જનકલ્યાણ નગર બ્લોક નંબર ૭૬ તા.જી.મોરબીવાળાને રોકડા રૂપીયા ૧,૨૧,૦૦૦/- તથા ગંજીપતાના પાના મળી કુલ કિ.રૂ.૧,૨૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી મોરબી સિટી એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ- ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા અંગેની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular