HomeMorbiવાંકાનેરમાં અકસ્માત રોકવા તંત્ર સક્રિય: નેશનલ હાઈવેના એક્સિડન્ટ ઝોનનું સંયુક્ત નિરીક્ષણ

વાંકાનેરમાં અકસ્માત રોકવા તંત્ર સક્રિય: નેશનલ હાઈવેના એક્સિડન્ટ ઝોનનું સંયુક્ત નિરીક્ષણ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નેશનલ હાઈવે પર થતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના હેતુથી વાંકાનેર ડિવિઝનના અકસ્માતગ્રસ્ત સ્થળોનું સંયુક્ત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ નિરીક્ષણમાં વાંકાનેર ડિવિઝનના ડી.વાય.એસ.પી. સારડા, વાંકાનેરના મામલતદાર, મોરબીના એ.આર.ટી.ઓ. નેશનલ હાઈવે ટીમના ધવલભાઈ તેમજ વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓ પોતાની ટીમ સાથે જોડાયા હતા.

અધિકારીઓએ અકસ્માતપ્રવણ સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કરી માર્ગ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જરૂરી સુધારાત્મક પગલાં અંગે મુદ્દાવાર ચર્ચા કરી હતી. ડી.વાય.એસ.પી. તથા એ.આર.ટી.ઓ. દ્વારા સ્થળવાર જરૂરી સૂચનાઓ નેશનલ હાઈવે ટીમને આપવામાં આવી હતી, જેથી અકસ્માતોની સંખ્યા ઘટાડવા અસરકારક કામગીરી થઈ શકે.

RELATED ARTICLES

Most Popular