મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર બહેનને છૂટાછેડા આપનાર બનેવીને સાળાએ ઉપરા છાપરા છરીના ઘા ઝીકી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા હીંચકારા હુમલાના બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાનના ભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરામાં મદીના સોસાયટીમાં રહેતા હુસેન ઉર્ફે ઈમરાન મયુદિનભાઈ કટિયા નામના યુવાને આરોપી અલી હુસેન ભટ્ટી રહે.જોન્સનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી અલી હુસેન ભટ્ટીની બહેન યાસ્મિનના લગ્ન ફરિયાદીના ભાઈ અજરૂદિન સાથે થયા હતા બાદમાં ત્રણ મહિના પૂર્વે અજરૂદિને કોર્ટમાં યાસ્મિનને છુંટાછેડા આપી દીધા હોવાથી આ બાબતનો ખાર રાખી આરોપી અલી હુસેન ભટ્ટીએ અયોધ્યાપુરી રોડ ઉપર અજરૂદિનને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે હુસેન ઉર્ફે ઇમરાનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.




