HomeMorbiમોરબી શહેરમાં ગરમીની સ્થિતિ અંગે જાહેર જનતા માટે સૂચના
મોરબી શહેરમાં ગરમીની સ્થિતિ અંગે જાહેર જનતા માટે સૂચના
Advertisement
Advertisement
ભારત હવામાન વિભાગ દ્વારા 24 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પણ આવનારા 24 કલાક દરમિયાન ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના છે. ગત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40°C થી 44°C વચ્ચે નોંધાયું છે, જેના કારણે ગરમીનો પ્રભાવ વધ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને નીચે મુજબ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે:
આરોગ્ય સંબંધિત સાવચેતીઓ: તડકામાં લાંબા સમય સુધી બહાર ન રહેવું, પૂરતું પાણી પીવું, તરસ ન લાગતી હોવા છતાં પાણી પીવું, ઓઆરએસ, છાસ, લીંબુ પાણી વગેરે પીણાં લેવા, હળવા, ઢીલા અને સૂતરાઉ કપડાં પહેરવા ,બહાર નીકળતા માથું ઢાંકવું (ટોપી/રૂમાલ/છત્રીનો ઉપયોગ), વૃદ્ધ, બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે ખાસ કાળજી રાખવી
હીટ સ્ટ્રોકના લક્ષણો: ચક્કર આવવું, તીવ્ર તરસ લાગવી, માથાનો દુખાવો, ઊલટી કે બેહોશી આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સેવા મેળવવી.
નાગરિકોને અપીલ: મોરબી મહાનગરપાલિકા નાગરિકોને વિનંતી કરે છે કે ગરમીની અસરથી બચવા માટે ઉપરોક્ત સૂચનોનું પાલન કરે અને ખાસ કરીને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળે.
Advertisement
Advertisement