HomeMorbiમાળીયાના જાજાસર રણમાં જૂની અદાવતનો ઉગ્ર વિવાદ: મીઠાના કારખાનામાં ઘૂસી યુવકને જાનથી...

માળીયાના જાજાસર રણમાં જૂની અદાવતનો ઉગ્ર વિવાદ: મીઠાના કારખાનામાં ઘૂસી યુવકને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મિયાણાના જાજાસર રણ વિસ્તારમાં જૂની અદાવતને લઈને ધમકી આપ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મીઠાના કારખાનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા શખ્સે બે ભાઈઓને ગાળો આપી લેન્ડ ગ્રેબિંગનો કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યું હતું. એટલું જ નહીં, કેસ પાછો નહીં ખેંચવામાં આવે તો ગોળી મારી જાનથી પતાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ફાતિમા સોકતઅલીભાઈ ભટ્ટીના જાજાસર રણ વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં આ બનાવ બન્યો હતો. આશરે સાત મહિના અગાઉ ઇકબાલ ઇલીયાસ ભટ્ટી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. આ જૂની અદાવત રાખીને ઇકબાલ પોતાની ગાડી લઈને કારખાનામાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યો હતો. જ્યાં તેણે ફરિયાદી અને તેમના મોટાભાઈ હાજીભાઈને ગાળો આપી હતી અને લેન્ડ ગ્રેબિંગનો કેસ પાછો નહીં ખેંચે તો ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

આ સમગ્ર મામલે ભોગ બનનાર પક્ષે ઇકબાલ ઇલીયાસ ભટ્ટી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular