Saturday, April 25, 2026
HomeMorbiમોરબીના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક...

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ન્યુ બાબા રામદેવ હોટેલ સામે રોડ ઉપર આરોપી પોતાની કબ્જા ભોગવટા વાળી ઈકો કાર રજીસ્ટર નંબર – જીજે-૧૩-સિએ-૧૮૫૨ કિં રૂ. ૩,૦૦,૦૦૦ વાળીમા હેરાફેરી કરી ઈકો કારમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ. ૪૮,૭૯૪ કુલ કિં રૂ.૩,૪૮,૭૯૪ ના મુદામાલ સાથે આરોપી અલ્તાફભાઈ ઉર્ફે લાલો મુબારકભાઈ હીંગોરજા (ઉ.વ‌.૨૪) રહે. માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સંદિપભાઈ બેચરભાઈ ચાઉ રહે. સો ઓરડી મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular