HomeMorbiમોરબીમાં 108 એમ્બ્યુલન્સ અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર: મહિલા EMT કર્મચારીને ગંભીર...
મોરબીમાં 108 એમ્બ્યુલન્સ અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર: મહિલા EMT કર્મચારીને ગંભીર ઈજાઓ
મોરબીના વિજય ટોકીઝ પાસે 108 એમ્બ્યુલન્સ અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડિલિવરીની ઇમરજન્સી વરદીમાં જતી એમ્બ્યુલન્સને કાર સાથે ટક્કર વાગતા મહિલા EMT કર્મચારીને કમર અને કરોડરજ્જુ સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને 108 એમ્બ્યુલન્સમાં ઈ.એમ.ટી. તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી રાત્રિના સમયે ડ્રાઈવર મનીષભાઈ જગદીશભાઈ પડાયા સાથે 108 એમ્બ્યુલન્સ (નં. GJ-36-G-0317) લઈને લાલપર ગામે ડિલિવરીની વરદીમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન વિજય ટોકીઝ પાસેથી પસાર થતી વેળાએ પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર (નં. GJ-10-EC-6921) ના ચાલકે અચાનક બ્રેક મારતા એમ્બ્યુલન્સ કાર સાથે અથડાઈ હતી. આ જોરદાર ટક્કરના કારણે મહિલા કર્મચારીને કમર, કરોડરજ્જુ અને મગજમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે એમ્બ્યુલન્સ અને સ્વિફ્ટ કારના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.