HomeMorbiટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ માંગવા જેવી બાબતે યુવાન પર ત્રણ...
ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ માંગવા જેવી બાબતે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
નસીતપર ગામના ડેમી-૨ ડેમ પાસે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જાળ માંગવાની બાબતે ત્રણ શખ્સોએ યુવાનને ગાળો આપી માર માર્યો અને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, નસીતપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા નરેશભાઈ કાળુભાઈ ચાવડા ગામમાં પ્રવિણભાઈની દુકાને માવો ખાવા ગયા હતા. તે દરમિયાન ડેમી-૨ ડેમ પાસે રહેતા પોપટભાઈ દેવીપૂજક, તેનો પુત્ર ધમો અને જીતેશ સાદુરભાઈ દેવીપૂજક દ્વારા મચ્છી પકડવાની જાળ માંગવામાં આવી હતી. નરેશભાઈએ જાળ ડેમની ઓરડીમાં હોવાનું અને ભરતભાઈ પારધીને પૂછીને લઈ લેવા જણાવતાં ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા. ત્યારબાદ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરવા ઉપરાંત ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરી ડેમ ઉપર આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.