HomeMorbiમોરબીના સીપાઈવાસમાં જુગારધામ પર પોલીસનો દરોડો: તીનપત્તી રમતા 6 શખ્સો ઝડપાયા
મોરબીના સીપાઈવાસમાં જુગારધામ પર પોલીસનો દરોડો: તીનપત્તી રમતા 6 શખ્સો ઝડપાયા
મોરબીના સીપાઈવાસ માતમચોક વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પ્રવૃત્તિ સામે સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડી છ શખ્સોને રોકડ રૂ.17,900ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સીપાઈ વાસ માતમચોકમા તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઈસમો રફીકભાઇ હુશેનભાઇ રાઠોડ (ઉ.વ.૪૧) રહે.મોરબી સીપાઇવાસ મસ્જીદવાળી શેરી, અબ્દુલભાઇ કાદરભાઇ સમા (ઉ.વ.૫૦) રહે. મોરબી સીપાઇ વાસ જમાદાર શેરી, આરીફખા કામસખા ખોરમ (ઉ.વ.૪૨) રહે. મોરબી પંચાસર રોડ જનકનગર ભાડાના મકાનમાં. મુળરહે.જુના દેરાળા તા.માળીયા(મી), અનવરભાઇ અહેમદભાઇ પઠાણ (ઉ.વ.૭૦) રહે. મોરબી સીપાઇવાસ માતમચોક, આમદભાઇ ભુરાભાઇ દલવાણી (ઉ.વ.૭૦) રહે. મોરબી લાતપ્લોટ શેરીનં.૮ મેઇનરોડ, દીલાવરભાઇ હશનભાઇ ખોખર (ઉ.વ.૬૪) રહે. મોરબી સીપાઇ શેરી મસ્જીદપાસે મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૭૯૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.