HomeMorbiમોરબીમાં ભેંસ ચરાવવા મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સનો આતંક! યુવકને ધોકા વડે આડેધડ ફટકા...
મોરબીમાં ભેંસ ચરાવવા મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સનો આતંક! યુવકને ધોકા વડે આડેધડ ફટકા મારી લોહીલુહાણ કર્યો
મોરબીના ઇન્દિરાનગરમાં ભેંસ ચરાવવા અને મંદિર પાસેના ઝાડને નુકસાન થવાની બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા શખ્સે યુવક પર ધોકાથી હુમલો કરી મોઢા અને બંને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા મયુરભાઈ લવજીભાઈ ધોડીકિયા ભેંસો ચરાવવા માટે કાળીન્દ્રી નદી પાસે મેલડી માતાના મંદિર નજીક ગયા હતા. આ દરમિયાન મંદિરના કામ સાથે સંકળાયેલા નવીનભાઈ મનસુખભાઈ માનેવાડિયાએ ભેંસો ઝાડ ખાઈ જતી હોવાની વાતને લઈ બોલાચાલી કરી હતી. મયુરભાઈએ ભેંસો નદીમાં ચરતી હોવાનું કહેતા નવીનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ધોકાથી મોઢા તથા બંને હાથ પર આડેધડ ફટકા માર્યા હતા. એટલું જ નહીં, ફરી અહીં ભેંસો ચરાવવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.