Saturday, April 25, 2026
HomeMorbiમાળીયા (મીં): પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

માળીયા (મીં): પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

Advertisement
Advertisement

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમોને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા અને ભાવનગર જેલ હવાલે કરતી મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ.

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી શબ્બીર મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા ઉવ-૨૨) તથા ઇર્ષાદ મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા / (ઉવ-૨૦) બન્ને રહે. હાલ રહે.મોરબી રણછોડનગર, સાંઇબાબાના મંદિર પાસે, મુળ રહે.નવાગામ તા.માળીયા મિંયાણા જી.મોરબી વાળાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે બન્ને ઇસમોને સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ બનાવી બન્ને ઇસમોને અટક કરી પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા તથા જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular