HomeMorbiમોરબીની આલાપ સોસાયટીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીની આલાપ સોસાયટીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી શહેરમાં આવેલ આલાપ સોસાયટીના મેઇન ગેઇટ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

 

મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર આઇ.શ્રી હાઇટ્સ ફ્લેટ નં -૬૦૩ માં રહેતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ઉભડીયા (ઉ.વ‌.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીની આલાપ સોસાયટીના મેઇન ગેઇટ પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઇ.બી.-૧૧૦૪ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular