ટંકારા પોલીસ મથકે મહિલા સ્વરક્ષણ તાલિમાથી ટ્રેનિંગ પ્રદર્શન અને પોલીસ મથકની મુલાકાત સાથે પોલીસ પ્રજાના મિત્ર સહિત સુરક્ષા અને સલામતી ટ્રાફિક સહિતના બાબતે માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓને સ્વરક્ષણ અને સશક્તિકરણ માટે જુડો, કરાટેની તાલીમ આપવામાં આવી હતી.
ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 215 અને સરદાર વલ્લભભાઈ પટેલ શાળાની 20 વિદ્યાર્થિનીઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેનું પ્રદર્શન ટંકારા પોલીસ મથકના પટાંગણમાં યોજવામાં આવ્યુ હતું. ઉપરાંત SPC NCCના બાળકોએ પણ પરેડ સાથે એની આવડત રજુ કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જયારે ડિવાયએસપી એસ. એચ. સારડા, ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર કે. એમ. છાસિયા, વાંકાનેર પીઆઈ ડી.વી. ખરાડી, વાંકાનેર સિટી પીઆઈ એચ. એ. જાડેજા, મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઈ એચ. વી. ધેલા, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ લગધીરકા, RPI પીઆઈ એસ.એમ. ચૌહાણ, ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.એસ. પરમાર સહિતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.




