HomeMorbiમોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બેઠક...
મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ
મોરબી: રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા-વિચારણા કરવા મોરબી કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અને શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીથી બંને મંત્રીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ દરમિયાન મોરબીથી મંત્રીઓએ જિલ્લા કક્ષાના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યાં હતાં.
આ બેઠકમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકડૉ. સુનિલકુમાર બેરવાલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, સંબંધિત અધિકારીઓ તેમજ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.