HomeMorbiમોરબીના હાઉસિંગ બોર્ડમાં તીનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો: 8 મહિલાઓ ઝડપાઈ

મોરબીના હાઉસિંગ બોર્ડમાં તીનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો: 8 મહિલાઓ ઝડપાઈ

મોરબી શહેરમાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસની ટીમે કાર્યવાહી કરી છે. શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની મુખ્ય શેરીમાં તીનપત્તી (રોન)નો જુગાર રમતી આઠ મહિલાઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડી હતી. સ્થળ પરથી રોકડ રૂ. 39,750નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની મુખ્ય શેરીમાં જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તી (રોન)નો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડી આઠ મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી હતી. પોલીસની કાર્યવાહીમાં મંજુબેન નાથાભાઈ રાજાભાઈ લુણી, પૂજાબેન મનીષભાઈ શામજીભાઈ શેરશિયા, દિવ્યાબા દેવદીપસિંહ ઉર્ફે મયુરસિંહ સંગ્રામસિંહ જાડેજા, ટ્વિંકલબેન નરેશભાઈ નાનજીભાઈ જસાપરા, વિલ્પાબેન હસમુખભાઈ ઘનશ્યામભાઈ વરમોરા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ ઘોઘાભાઈ રાઠોડ, ધનેશ્વરીબેન સંજયભાઈ કરશનભાઈ સોનગ્રા અને લીલાબેન ઉર્ફે ઇલાબેન આનંદભાઈ ઉર્ફે અણદાભાઈ મહાલીયા ઝડપાયાં હતાં. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 39,750નો મુદ્દામાલ કબજે કરી તમામ મહિલાઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular