HomeMorbiહળવદના કડીયાણા ગામે રૂ. ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ

હળવદના કડીયાણા ગામે રૂ. ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા ગામે વર્ષ ૧૯૮૩માં નિર્મિત નાની સિંચાઈ યોજનાના તળાવનું રૂ. ૧૦૭.૩૯ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થયેલી આ કામગીરીથી તળાવની જળસંગ્રહ ક્ષમતામાં અંદાજે ૫૨૭ લાખ લીટર (૧.૮૬ MCFT)નો વધારો થયો છે. તેમ મોરબી જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારી જણાવ્યું છે

રિનોવેશન દરમિયાન તળાવને ઊંડું ઉતારવાની સાથે બંધના માટીપાળાનું મજબૂતીકરણ અને ઢોળાવ પર નવું પથ્થર પીચિંગ કરવામાં આવ્યું છે. આ યોજનામાં આશરે ૪૮ એકર કમાન્ડ વિસ્તારનો સમાવેશ થાય છે તથા ૩૦ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાક માટે સિંચાઈની સંભાવના રહેલી છે.

તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવાથી વરસાદી પાણીનો વધુ સારો સંગ્રહ થશે. પરિણામે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સુધરવાની સાથે ભૂગર્ભજળની સપાટીમાં સુધારો થવાની અને ખેડૂતોના આર્થિક જીવનધોરણમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

RELATED ARTICLES

Most Popular