HomeMorbiમોરબીમાં 'સ્વદેશી મેળા'નો પ્રારંભ: આવતીકાલે સાંજે ૫:૩૦ કલાકે રત્નકલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય...

મોરબીમાં ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ: આવતીકાલે સાંજે ૫:૩૦ કલાકે રત્નકલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉદ્ઘાટન

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ, સ્વસહાય જૂથો તથા મહિલા સખી મંડળોને બજાર ઉપલબ્ધ કરાવવા અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન આવતીકાલે, તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ કલાકે સ્કાય મોલની બાજુમાં આવેલ રત્નકલા ગ્રાઉન્ડ, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, ઘરવપરાશની ચીજવસ્તુઓ, મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓ તથા સ્થાનિક વેપારીઓના ઉત્પાદનોના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ મેળા દ્વારા સ્થાનિક ઉત્પાદકો અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે પ્રોત્સાહન મળશે તેમજ નાગરિકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની તક મળશે. સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા સ્થાનિક રોજગાર, નાના વ્યવસાયો અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વદેશી મેળાની મુલાકાત લેવા, સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા તથા સ્વદેશી અભિયાનને સહકાર આપવા હાર્દિક અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular