HomeMorbiમોરબીના મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં 8 કલાક વીજળી બંધ રહેશે
મોરબીના મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં 8 કલાક વીજળી બંધ રહેશે
સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત
મોરબી શહેરના પેટા વિભાગ-03 હેઠળ મેઈન બજાર લાઇનમાં કેબલ નાખવાની કામગીરી અને વીજ લાઇનના મેઇન્ટેનન્સને પગલે શહેરના મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. વીજ વિભાગ દ્વારા આપવામાં આવેલી પ્રેસનોટ મુજબ, સવારે 7:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી વીજળી બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન મેઈન બજાર લાઇન, સોની બજાર, નાની હનુમાન ડેરી અને મોટી હનુમાન ડેરી શેરી, નાની બજાર, વેરાઈ શેરી, નાગનાથ શેરી, નાની-મોટી પારેખ શેરી, લુહાર શેરી, મોચી શેરી, સંઘવી શેરી, દેરાસર શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી, મેમણ શેરી, જમાદાર શેરી, ચૌહાણ શેરી, સાંકળી શેરી, સુથાર શેરી, નાની-મોટી માધાણી શેરી, દફતરી શેરી, જાની શેરી, રામજીયાની શેરી, મોદી શેરી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
આ ઉપરાંત નગર દરવાજા ચોકથી ગ્રીન ચોક સુધીના બંને બાજુના વિસ્તારો, ગ્રીન ચોકની આસપાસનો વિસ્તાર, બુઢા બાવા વાળી શેરી, ભોંય વાળો, સાઈ વાળો ખાંચો તેમજ ઉપરોક્ત વિસ્તારોની આસપાસના અન્ય વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.
વીજ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ અલગથી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. જેથી અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકો અને વેપારીઓએ જરૂરી વ્યવસ્થા અગાઉથી કરી લેવા અપીલ કરવામાં આવે છે.