HomeMorbiભીમગુંડામાં ખાણના કોન્ટ્રાક્ટ મુદ્દે વિવાદ: યુવાનના માથામાં પાઇપ ફટકાર્યાનો આક્ષેપ, એટ્રોસિટી હેઠળ...

ભીમગુંડામાં ખાણના કોન્ટ્રાક્ટ મુદ્દે વિવાદ: યુવાનના માથામાં પાઇપ ફટકાર્યાનો આક્ષેપ, એટ્રોસિટી હેઠળ ગુનો

વાંકાનેર તાલુકાના ભીમગુંડા ગામની સીમમાં ખાણના લેબર વર્કના કોન્ટ્રાક્ટ બાબતે થયેલો વિવાદ ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના યુવાનને જાતિપ્રત્યે અપમાનિત કરી ગાળો આપ્યા બાદ લોખંડના પાઇપથી માથાના ભાગે હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, કેવલભાઈ વનરાજભાઈ સોલંકી પોતાના સાથીઓ સાથે ખાણનું કામ જોવા ગયા હતા, ત્યારે કરશનભાઈ નગાભાઈ કરમુર થાર કાર લઈને ત્યાં આવ્યા હતા. લેબર વર્કનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે બોલાચાલી થયા બાદ, કેવલભાઈ અને તેમના સાથીઓ પાધરા ઓફિસ તરફ જતા હતા ત્યારે રસ્તામાં થાર કાર રોકી અવરોધ ઊભો કરી ગાળો આપી પાઇપથી હુમલો કરાયાનો આક્ષેપ છે.

RELATED ARTICLES

Most Popular