HomeMorbiહળવદમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવક પર પાઈપથી હુમલો, જાનથી મારી નાખવાની...

હળવદમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવક પર પાઈપથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદના રેલવે સ્ટેશન રોડ પર પાનની દુકાન પાસે અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકને ગાળો આપી પાઈપથી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદના દંતેશ્વર દરવાજા અંદર રહેતા ધ્યેયભાઈ સુરેશભાઈ કણઝરીયા યશ પાન દુકાને ગયા હતા. તે દરમિયાન પાણીની બોટલ બાબતે તેમના ભાઈ સાથે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી કરાંચી કોલોનીમાં રહેતા વિષ્ણુ દેવાભાઈ ઝાપડા ત્યાં પહોંચ્યા હતા. ગાળો આપી ગાડીમાંથી પાઈપ કાઢી ધ્યેયભાઈને શરીરે આડેધડ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે હળવદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular