HomeMorbiચરાડવાની ભરડીયાની ઓરડીમાં જુગારધામ પર LCBના દરોડા, 12 શખ્સો ઝડપાયા
ચરાડવાની ભરડીયાની ઓરડીમાં જુગારધામ પર LCBના દરોડા, 12 શખ્સો ઝડપાયા
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં અદાણી CNG પેટ્રોલ પંપ સામે આવેલી ભરડીયાની ઓરડીમાં મોરબી LCB અને પેરોલ સ્ક્વોડે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ.1.41 લાખ સહિત કુલ રૂ.1,41,500નો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, આંદરણા ગામના જયસુખભાઇ ઓધવજીભાઇ પટેલ પોતાના કબજા ભોગવટાવાળા મોરબી હળવદરોડ ચરાડવા ગામની સીમમાં આવેલ અદાણી સી.એન.જી.પેટ્રોલ પંપની સામે પોતાના કબજા ભોગવટા વાળી ભરડીયાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.તેવી બાતમીના આધારે પોલીસે સ્થળે રેઇડ કરતા ન કુલ-૧૨ ઇસમો જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉ.વ.૫૦) રહે.આદરણા તા.જી.મોરબી, દિલીપભાઈ મનજીભાઈ પટેલ (ઉ.વ.૫) રહે. મારૂતિનંદન સોસાયટી મોરબી, કિશનભાઇ મુકંદરાય ગોંડલીયા (ઉ.વ.૩૭) રહે.કુબેરનગર શેરી નં-૩ મોરબી, ફેનીલભાઇ કિરીટભાઈ પટેલ (ઉ.વ.૨૮) રહે. મિલનપાર્ક મહેન્દ્રનગર મોરબી, હરિમિત્ર હેમશંકરભાઈ રાવળ (ઉ.વ.૩૬) રહે. કુબેરનગર-૨ નવલખીરોડ મોરબી, જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલ (ઉ.વ.૩૯) રહે.અલાપરોડ, મોરબી, મયંકભાઇ તળશીભાઈ પટેલ (ઉ.વ.૩૭) રહે. ધર્મમંગલ-૨, મહેન્દ્રનગર તા.જી.મોરબી, જયદીપભાઇ વાલજીભાઈ પટેલ (ઉ.વ.૩૨) રહે.શ્રીજી પેલેસ એપાર્મેન્ટ રવાપર મોરબી, હરગોવિંદભાઈ શંકરભાઈ પટેલ (ઉ.વ.૩૩) રહે.ઉમારેસીડેન્સી મહેન્દ્રનગર તા.જી.મોરબી, રમેશભાઈ વેલાભાઈ ભરવાડ (ઉ.વ.૩૧) રહે.સમલી તા.હળવદ, હરેશભાઇ ઓધવજીભાઈ પટેલ ઉ.વ.૩૫ રહે. ધર્મમંગલ સોસા. મહેન્દ્રનગર મોરબી, મનસુખભાઈ મગનભાઈ પટેલ (ઉં.વ.૫૦) રહે. પ્રભુકૃપા-બી.૨ મહેન્દ્રનગર મોરબીવાળાને રોકડા રૂપીયા ૧,૪૧,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.