Sunday, April 19, 2026
HomeGujaratમાળીયાના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને જાનથી મારી...

માળીયાના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

Advertisement
Advertisement

માળિયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કરી બાદમાં સ્વીફ્ટ કાર પુર ઝડપે ચલાવી બાળકને પગમાં ઈજા પહોંચાડવાની સાથે અન્ય એક શખ્સે ફરિયાદીને ધારીયું લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતા અરવિંદભાઈ હરખજીભાઈના ઘર પાસે સ્વીફ્ટ કારમાં આવેલ આરોપી નિલેશ રમેશભાઈ પરમાર, કિશન કાનજીભાઈ હૂંબલ, જસમત કાળુભાઇ ઇંદરિયા ગાળો બોલતા હોય અરવિંદભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કર્યો હતો અને કાર લઈને પુરઝડપે જતા જતા હડફેટે લઈ અરવિંદભાઈના પુત્ર નક્ષને પગમાં ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં અન્ય એક આરોપી રમેશભાઈ દેવશીભાઈ પરમારે ગામના ઝાપા પાસે ધારીયું લઈ અરવિંદભાઈને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular