વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ભાયાતી જાંબુડિયા નજીક આવેલ અશ્વમેઘ હોટલ પાસે જીજે – 03 – બીકે -6047 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ મોતીભાઈ ઝાલા ઉ.36 રહે.થાનગઢ, મુળ રહે. ધારા ડુંગરી, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને જીજે – 13 – ડબ્લ્યુ – 0609 નંબરના આઈસર ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના મોટાભાઈ હકાભાઈ મોતીભાઈ ઝાલાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.




