HomeMorbiમચ્છુકાંઠા રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું થશે સન્માન, 21 જૂને યોજાશે ભવ્ય સમારોહ
મચ્છુકાંઠા રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું થશે સન્માન, 21 જૂને યોજાશે ભવ્ય સમારોહ
મોરબી ખાતે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના સન્માનાર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહ તા. 21 જૂન 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ વિદ્યાર્થી ભવન, રવાપર-લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે.
કાર્યક્રમ દરમિયાન સમાજના હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ આગેવાનો, વાલીઓ અને સમાજજનોને સહપરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.