Sunday, April 19, 2026
HomeGujaratટંકારામાં લગ્નની લાલચ આપી 1 લાખ પડાવી છેતરપીંડી આચરનાર મહિલા ઝડપાઈ

ટંકારામાં લગ્નની લાલચ આપી 1 લાખ પડાવી છેતરપીંડી આચરનાર મહિલા ઝડપાઈ

Advertisement
Advertisement

ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૦૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબના ગુનાના કામે ફરીયાદીને લગ્નની લાલચ આપી ફરીયાદી સાથે ફુલહાર કરાવી ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપીયા-૧,૦૦,૦૦૦ પડાવી છેતરપીંડી આચરેલ હોય જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુનામાં મુખ્ય સ્ત્રી આરોપી જોશનાબેન મકવાણા રહે. રાજકોટ વાળી છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ હોવાની પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલાને બાતમી મળતા તે આધારે મહીલા આરોપી જોશનાબેન ગુલાબભાઇ મકવાણા (રહે. હાલ ગોંડલ ચોકડી, પેટ્રોલ પંપ પાસે ઝુપડામાં, રાજકોટ મુળ ગામ જારીયા તા.ધ્રોલ જી.જામનગર) વાળીને પકડી મહીલા આરોપી પાસેથી ગુનામાં છેતરપીંડી આચરી પડાવેલ રોકડા રૂપીયા પૈકી રોકડા રૂપીયા-૨૫,૦૦૦ તથા અન્ય મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા તથા ASI હકાભાઇ ચૌહાણ, ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, વિજયભાઇ ચાવડા, કિશોરભાઇ દાવા તથા મહીલા પો.કોન્સ. પુનઃબેન પટેલ, નીજુબેન પટેલ નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular