HomeMorbiગુંગણ ગામે સાસરે પરણિતાને સાસરીયાનો બે વર્ષથી ત્રાસ: ફરિયાદ નોંધાઈ 

ગુંગણ ગામે સાસરે પરણિતાને સાસરીયાનો બે વર્ષથી ત્રાસ: ફરિયાદ નોંધાઈ 

મોરબીમાં માવતર ધરાવતા અને ગૂંગણ ગામે સાસરું ધરાવતા પરિણીતાને છેલ્લા બે વર્ષથી પતિ સહિતના સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હોય બનાવ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ઇન્દિરાનગરમાં માવતરના ઘેર રહેતા જોસનાબેન રતિલાલ મૂછડીયા નામના પરિણીતાએ તેમના પતિ રતિલાલ નથુભાઈ મૂછડીયા, સાસુ સોમબેન, નણંદ વિજુબેન અને જેઠાણી રંજનબેન (રહે.તમામ કૃષ્ણનગર ગૂંગણ ગામ) વાળાઓ છેલ્લા બે વર્ષથી ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતમાં મેણા ટોણા મારી મારકુટ કરી શારીરીક માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular