Tuesday, April 28, 2026
HomeMorbiમોરબીના લાતી પ્લોટમાં વિદેશી દારૂની 11 બોટલ મળી આવી

મોરબીના લાતી પ્લોટમાં વિદેશી દારૂની 11 બોટલ મળી આવી

Advertisement
Advertisement

મોરબીમાં દારૂની હેરાફેરી રોજેરોજ વધતી જઈ રહી છે પ્યાસીઓ પર કોઈ અંકુશ જ ન હોય તેમ સરેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પકડાઈ રહ્યો છે. ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં.૧૧મા જોન્સનગરના ઢાળીયા પાસે વિદેશી દારૂની રૂ.7700 ની કિંમતની 11 બોટલ સહિતનો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન મોરબીના લાતી પ્લોટ શેરી નં.11 મા જોન્સનગરના ઢાળીયા પાસે વિદેશી દારૂની 11 બોટલ મળી આવી છે જેની કિંમત 7700 થાય છે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી જ્યારે આરોપી ઇમરાન ઉર્ફે નાનકો સલીમભાઈ કટીયા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular