HomeMorbi"વડ જેવા ટેટા ને બાપ જેવા બેટા" પ્રખર વિદ્વાન સંપાદક સંશોધક ડૉ.કિશોરદાન...

“વડ જેવા ટેટા ને બાપ જેવા બેટા” પ્રખર વિદ્વાન સંપાદક સંશોધક ડૉ.કિશોરદાન ગઢવીના સુપુત્ર હરદેવદાન ગઢવી માસ્ટર ડિગ્રીમાં ચારણી સાહિત્ય વિષયમાં ફર્સ્ટ ક્લાસ સાથે ઉતીર્ણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ 2025મા લેવાયેલી માસ્ટર ડિગ્રી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષામાં ચારણી સાહિત્ય વિષય સાથે હરદેવદાન કિશોરદાન ગઢવી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે.

હરદેવદાનના પિતાશ ડૉ.કિશોરદાન ગઢવી ચારણી સાહિત્યના પ્રખર વિદ્વાન સંપાદક સંશોધક અને વિવેચક છે તથા અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવાના અધ્યક્ષ છે ત્યારે પિતાના પગલે ચાલી હરદેવદાન ગઢવી ચારણી સાહિત્ય સંપાદન સંશોધન વિવેચન ક્ષેત્રે પગરવ માંડી રહ્યાં છે. જેથી સમસ્ત મોરબી ચારણ તથા ચારણી સાહિત્યના વિદ્વાનો યશવંતભાઈ લાંબા, ડૉ.તીર્થંકર રોહડિયા , ડૉ. ભાવેશ જેતપરીયા, ડૉ. એલ.એમ. કણજરીયા પ્રફુલભાઈ બારહટ, રતનદાન બારહટ, પ્રભાતદાન મિસણ, કુલદિપદાન રોહડિયા, ભરતદાન નાંધુ, લખુભાઇ ટાપરીયા ,મુકેશભા મારુ, સંજયભા નાંદણ, વિનુભાઈ ગઢવી સહિતના સમાજ અગ્રણીઓ તરફથી હરદેવદાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular