HomeMorbiઅગાઉની બોલાચાલીનો ખાર રાખી મોરબીના યુવકને ચાર શખ્સોએ માર્યો ઢોરમાર

અગાઉની બોલાચાલીનો ખાર રાખી મોરબીના યુવકને ચાર શખ્સોએ માર્યો ઢોરમાર

મોરબીના શનાળા રોડ પર માર્કેટ યાર્ડ પાસે બાલાજી યુ.સી. સેન્ટર નામની દુકાન પાસે યુવકની પત્નીને આરોપી અંકિતભાઈ નામનો શખ્સ અગાઉ ફોન કરતો હોય તે બાબતે બોલાચાલી થઈ હતું જે વાતનો ખાર રાખી ફરીયાદીએ આરોપીને કહેતા આરોપીને માઠું લાગતા આરોપીએ અન્ય શખ્સો સાથે મળી યુવકની દુકાને જઈ લાકડાના ધોકાથી ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ પર ગપીની વાડી રામજીમંદિર સામે રહેતા ગૌતમભાઈ પોપટભાઈ ડાભી (ઉ.વ.૩૦) એ આરોપી જેરામભાઈ પરસોત્તમભાઈ પરમાર, અંકિતભાઈ જેરામભાઈ પરમાર રહે. બંને વાવડી રોડ કબીર આશ્રમ સામે મોરબી તથા ભગવાનજી પરસોત્તમભાઈ પરમાર અને દિનેશભાઇ ભગવાનજીભાઈ પરમાર રહે. બંને ગધેયની વાડી રામજીમંદિર સામે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના પત્નીને આરોપી અંકિતભાઈ અગાઉ ફોન કરતા હોય તે બાબતે બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી ફરીયાદી આરોપી અંકિતભાઈને કહેતા આરોપીને સારૂ નહીં લાગતા આરોપીઓ ફરીયાદીની દુકાને જઈ લાકડાના ધોકાથી ફરીયાદીને માર મારી અપશબ્દો બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular