મોરબી અને માળીયા મિયાણામાં પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂની 10 બોટલ કબ્જે કરી હતી. જો કે, મોરબીમાં દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.
પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિદ્યુતનગર મફતિયાપરામાં રહેતા આરોપી સંજય ઉર્ફે રુનજી જગદીશભાઈ ભડાણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી બાથરૂમમાં છુપાવેલ વિદેશી દારૂની 8 બોટલ કિ. રૂ. 2848 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જ્યારે બીજા એક દરોડામાં માળીયા મિયાણા પોલીસે નવી તાલુકા પંચાયત કચેરી નજીકથી આરોપી કરશનભાઇ દેશાભાઈ બકુત્રા રહે.નાની બરાર ને 1122 ની કિંમતની વિદેશી દારૂની 2 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.




