HomeGujaratરીઝલ્ટના રાજા નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું S.S.C. બોર્ડનું ઝળહળતું પરિણામ

રીઝલ્ટના રાજા નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું S.S.C. બોર્ડનું ઝળહળતું પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત તા. 8ને ગુરુવારના રોજ S.S.C ધો.10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમા નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.

શાળાના ધો.10 ના કુલ 275 વિદ્યાર્થીઓમાંથી 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 82 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. જયારે 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 17, 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61 તેમજ 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 99 જેટલી રહી છે.

એકંદરે આવું ઉત્તમ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, નવયુગ વિદ્યાલયના એકંદરે 275 માંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયાં અને સ્કૂલનું પરિણામ 99.64% રહ્યુ છે.

RELATED ARTICLES

Most Popular