HomeMorbiવાંકાનેરમાં ઘરકામ જેવી નજીવી બાબતે માતાએ ઠપકો આપતા યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

વાંકાનેરમાં ઘરકામ જેવી નજીવી બાબતે માતાએ ઠપકો આપતા યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

આજની યુવા પેઢીમાં સહનશક્તિ ખૂટી ગઈ હોય તેવા અનેક બનાવો અવાર નવાર સામે આવી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા નજીવી બાબતે યુવતીને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત ક૨ી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર વાળી શેરીમાં રહેતા હેતલબેન પ્રવીણભાઈ રાઠોડ ઉ.20 વર્ષની યુવતીને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યા બાદ માતા અને પુત્રી વચ્ચે બોલાચાલી થતા પુત્રી હેતલબેનને મનોમન લાગી આવતા ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત ક૨ી લેતા રાઠોડ પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular