HomeMorbiવાંકાનેરમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેરમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા શખ્સને વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી વાંકાનેર તાલુકા સર્વેલેન્સ ટીમે ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અમીરાજભાઈ રવુભાઈ ખવડ (ઉ.વ.24) રહે.ગરમભાડી, ડેરી ચોક વિસ્તાર, તા.સાયલા જી. સુરેંદ્રનગર વાળાનું નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા BNSS કલમ 72 મુજબનું વોરંટ મેળવેલું હોય જે નાસતો ફરતો આરોપી હાલ વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલા ઓવરબ્રીજની નીચે ઉભો છે. જે આરોપીની મળેલી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી પકડી પાડી ગુન્હાના કામે અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular