HomeMorbiવાંકાનેરના અમરસરમાં શેરીમાં ગાળો બોલવાની ના પાડતા યુવકને ધોકેથી ધોકાવ્યો

વાંકાનેરના અમરસરમાં શેરીમાં ગાળો બોલવાની ના પાડતા યુવકને ધોકેથી ધોકાવ્યો

વાંકાનેર તાલુકા અમરસર ગામે એક શખ્સ શેરીમાં દેકારો કરી ગાળો બોલતો હોવાથી બજારમાં જતી વેળા યુવકને તે ભેગા થતા યુવકે ‘તું કેમ શેરીમાં ગાળો દેકારો કરતો હતો’ તેમ પૂછતા આરોપી ગાળો આપવા લાગ્યો અને તેની ના પાડતા આરોપીએ યુવકને ધોકાથી માર માર્યો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ.39) એ તેમના જ ગામના શખ્સ મુકેશભાઈ વેરશીભાઈ સિતાપરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી શેરીમા દેકારો કરતા હોય અને ગાળો બોલતા હોય અને સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદી બજારમાં જતા હતા ત્યારે આરોપી ભેગા થતા ફરીયાદીએ આરોપીને પૂછ્યું હતું કે ‘તુ કેમ શેરીમા દેકારો કરતો હતો’ જેથી આરોપી ફરીયાદીને ગાળો દેવા લાગ્યા અને જ્યારે ગાળો દેવાની ના પાડી તો એકદમ ઉશ્કેરાઇ જઈને ફરીયાદી સાથે ઝઘડો કરી પોતાના ઘરેથી લાકડાનો ધોકો લઇ આવી ધોકાથી માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular