HomeMorbiMaliya Miyanaમાળીયા જામનગર હાઈવે પર સંધવાણીની વાડી પાસે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા...

માળીયા જામનગર હાઈવે પર સંધવાણીની વાડી પાસે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીને માર મારી છરીના ઘા ઝીંક્યા 

માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં પતિએ તેની પત્નીને માર મારી છરીથી ઇજા પહોંચાડી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે રહેતા આશબાઈ યાસીનભાઈ જામ (ઉ.વ.28) એ પોતાના પતિ યાશીનભાઈ જુસબભાઈ જામ (ઉ.વ.35) વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી ફરીયાદીના પતિ હોય જેઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝધડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરીથી ફરીયાદને બંને હાથે કાડા પર ઇજાઓ કરી તથા ગળા પાસે છરકો કરી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular