Monday, May 4, 2026
HomeGujaratમોરબીની મહેન્દ્રનગર ચોકડીએ લાંબા સમયથી અટકેલા ફ્લાયઓવર બ્રિજ બનાવવા 80 કરોડ મંજૂર

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ લાંબા સમયથી અટકેલા ફ્લાયઓવર બ્રિજ બનાવવા 80 કરોડ મંજૂર

Advertisement
Advertisement

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ લાંબા સમયથી ફલાયઓવરનું કામ અટકી પડ્યું છે ત્યારે બ્રિજને નવી ડિઝાઈન સાથે બનાવવા માટે સરકારે અંતે મંજૂરી આપી છે.

અગાઉ માત્ર 4 ખુલ્લા ગાળા અને માટીકામ એપ્રોચ વાળો મંજુર થયો હતો જેના બદલે હવે 16 ગાળા વાળો પુલ બનશે. મોરબીના ધારાસભ્યના પ્રયત્નો બાદ હાલમાં સરકારે આ પુલ માટે જોબ નંબર પણ ફાળવી આપ્યા છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ લાંબા સમયથી અટકી પડેલા ઓવરબ્રિજના કામને લઈ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં કરેલી રજુઆત બાદ તત્કાલીન સમયે સર્વે કરવામાં આવ્યો હતો અને બે ગાળાને બદલે 16 ગાળાનો પુલ બનાવવામાં ખર્ચ વધી જતો હોવાથી કામગીરી અટકી પડી હતી. બીજી તરફ ધારાસભ્ય દ્વારા પ્રજાજનોને પડતી હાલાકી અને બહેતર ભવિષ્ય માટે સરકારમાં રજુઆત ક૨તા અંતે ગઈકાલે સરકારે જૂની કામગીરીનું ટેન્ડર રદ કરી, જુના ઇજારદારને મુક્ત કરવા અને બાકી રહેતી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને આ પ્રોજેકટ માટે રૂ. 80 કરોડ મંજુર કર્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular