Monday, May 4, 2026
HomeMorbiરાજકોટમાંથી ચોરાયેલી બાઈક સાથે આરોપી ઝડપાયો: વાંકાનેર પોલીસની ચુસ્ત કામગીરી

રાજકોટમાંથી ચોરાયેલી બાઈક સાથે આરોપી ઝડપાયો: વાંકાનેર પોલીસની ચુસ્ત કામગીરી

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસની સતર્કતા અને ઝડપી એક્શનના કારણે બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસએ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી આરોપીને ચોરાવેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન સ્ટાફેવ સીસીટીવી સોર્સ તેમજ હ્યુમનસોર્સના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે એક ઇસમ રાજકોટ ભગવતીપરામાં જતો જોવામા આવતો જે ઇસમના ઘરે જઇ તપાસ કરતા ઇસમ મળી આવેલ જે ઇસમ અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર રહે-કેશવ વિલા એપાર્ટમેન્ટની બાજુમા, મકાન નં-૦૩, મોર્ડન સ્કુલની આગળ, ભગવતિપરા, રાજકોટવાળાને પકડી નામઠામ પુછી મોટરસાયકલના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મોટરસાયકલ ચાલક ઈસમની સઘન પુછપરછ કરતા વાંકાનેર બંધુસમાજ હોસ્પીટલની બાજુમા, શ્રીજી નિવાસ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર -મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનમા બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular