HomeMorbiMaliya Miyanaમાળિયાના માણાબા ગામના તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

માળિયાના માણાબા ગામના તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામના પાદરમાં આવેલા તળાવમાં ડૂબી જતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલા સિમ્પલો કારખાનામાં રહેતા બળવંતભાઈ કેશરાભાઇ બારીયા (ઉ.વ.31) નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર માણાબા ગામના તળાવમાં ન્હાવા જતા આકસ્મિક રીતે ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular