HomeGujaratનેચરલ ગેસમાં રૂ.3.25 નો ઘટાડો થતા સિરામિક ઉદ્યોગકારોમાં ખુશીની લહેર

નેચરલ ગેસમાં રૂ.3.25 નો ઘટાડો થતા સિરામિક ઉદ્યોગકારોમાં ખુશીની લહેર

મોરબીમાં મોટાપાયે સિરામિક ઉદ્યોગ ધમધમી રહ્યો છે, તેવામાં સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ₹ 3.25 નો જંગી ઘટાડો થયો છે, જેથી સિરામિક ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મોરબી ધારાસભ્યશ કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોની સાથે રહીને મંત્રીને કરેલી રજુઆતને ત્વરિત પ્રતિસાદ મળતા ઉદ્યોગકારોમાં હર્ષોલ્લાસ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, આ જંગી ઘટાડાથી સીરામીક ઉદ્યોગને દરરોજ લગભગ રૂ.1 કરોડનો મોટો ફાયદો થશે.

આ તકે, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular