મોરબીમાં કિંમતી જમીન પચાવી પાડવાની ફરિયાદમાં પોલીસ કેમ તપાસ ને અવળી રીતે જ તપાસ કરે છે?નામદાર કોર્ટ દ્વારા તાજેતરમાં જ આરોપી કનૈયાલાલ દેત્રોજા, ઉપેન્દ્ર કાસુન્દ્રા અને બેંક કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના આદેશ આપ્યા હતા. આવી ગંભીર તપાસ કોઈ ઉચ્ચ અધિકારીને સોંપવાની હોય પરંતુ એક મહિલા અધિકારીને થોપી દેવામાં આવી જે મહિલા અધિકારી પણ થોડા સમયમાં ટ્રેનિંગ લેવા જવાના હતા તેવા સમયે તપાસ સોંપવામાં આવી હતી.
ફરિયાદીએ વર્ષ 2022 માં જ ફરિયાદ કરી હતી પરંતુ ન્યાય ન મળતા નામદાર કોર્ટમાં કાયદાની કલમ 156(3) મુજબ ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે જ બધી તપાસ કરી પુરાવા મેળવી ગુનો દાખલ કરવા અને તમામ પુરાવા સાથે રાખી તપાસનો આદેશ આપ્યો હતો. જો કે, ફરિયાદ દાખલ થયાના આટલા દિવસો બાદ પણ આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ધરપકડ તો દૂરની વાત, પોલીસ કોર્ટમાંથી CCTV ફૂટેજ અને સિદ્ધાંતિક પુરાવા મેળવી શકી નથી અને ફરિયાદીને આરોપી જગજાહેર ધમકીઓ આપે છે એવી ફરિયાદ પણ મોરબીના એસ.પીને કરવા છતાં વારંવાર ધમકીઓ મળી રહી છે. આમ છતાં પોલીસ આરોપીને પકડવા તૈયાર નથી.
જો કે, નવાઈની વાત તો એ છે કે, આ ફરિયાદનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, કોર્ટ દ્વારા ફરિયાદીનું નિવેદન લેવા છતાં તપાસ મહિલા પી.એસ.આઈ પાસે હોય અને મોરબી એ ડિવિઝન પી આઈ ફરિયાદીના દીકરાને નિવેદન માટે કોલ કરે છે જે મોરબીથી દૂર બિઝનેસ માટે બહાર છે. જે ફરિયાદ નો હુકમ કોર્ટ કર્યો અને કોર્ટ દ્વારા આરોપીઓને સંભાળવાની નોટિસ પણ કરી તેમ છતાં આરોપીઓ આવ્યા ન હતા. એ આરોપીઓ પોલીસમાં અરજી કરે તો પણ પોલીસ પકડતી નથી. અમુક આરોપીઓ તો પોલીસ સ્ટેશનથી 700 મીટર જ દૂર પોતાના રોજિંદા કાર્ય કરે છે.
જે રીતે વજેપર સર્વે 602 માં પણ પોલીસની ભૂમિકા લોકોએ જોઈ એ જોતા પોલીસની આ પદ્ધતિ ગળે ઊતરે એવી નથી એવી ચર્ચા હાલ તો મોરબીની બજારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.




