HomeMorbiવાંકાનેરમાં જૂના ઝઘડાનો ખાર: ત્રણ શખ્સોનો યુવક પર ધોકાથી જીવલેણ હુમલો
વાંકાનેરમાં જૂના ઝઘડાનો ખાર: ત્રણ શખ્સોનો યુવક પર ધોકાથી જીવલેણ હુમલો
વાંકાનેર શહેરમાં જૂની બોલાચાલીનો વેર ઝાલતો બનાવ સામે આવ્યો છે, જેમાં ત્રણ શખ્સોએ ભેગા મળી એક યુવાન પર હુમલો કર્યો હતો. ગાળાગાળી બાદ લાકડાના ધોકા વડે નિર્દયતાથી માર મારતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસ ફરીયાદ નોંધાઈ છે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગર શેરી નંબર -૦૩ માં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સદવાણી (ઉ.વ.૨૭) એ આરોપી જતીનભાઇ લાલજીભાઇ સારદીયા, મેરુભાઇ લાલજીભાઇ સારદીયા, તથા દિપકભાઇ ગીરધરભાઇ સારદીયા રહે બધા આરોગ્યનગર વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી મેરુભાઇ સાથે થોડા દિવસ પહેલા બોલાચાલી થયેલ હોય જે બાબતનો દાઝ રાખી આરોપીઓએ ફરીયાદીને સાથે ગાળાગાળી કરી ધોકા વડે મારમારી જો આ બાબતે કેસ કરીશ તો માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.