મોરબીના જોધપર ગામ પાસે આવેલા મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સંગ્રશતના 90% ડેમ ભરાઈ ગયો છે. તો હજુ પણ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે, જેથી ડેમના નીચવાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં, મોરબી તાલુકના જિોપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળીયા(મી), રાસંગપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.




