Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસથી ગાંધીજયંતી સુધી ભાજપ “સેવા પખવાડિયા“ માં કરશે સામાજિક કાર્યો

મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસથી ગાંધીજયંતી સુધી ભાજપ “સેવા પખવાડિયા“ માં કરશે સામાજિક કાર્યો

Advertisement
Advertisement

મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા. 17 સપ્ટેમ્બરથી ગાંધીજયંતિ તા. 2 ઓક્ટોબર સુધી “સેવા પખવાડિયા“ તરીકે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે.

આ સેવા પખવાડિયા કાર્યક્રમ અનુસંધાને ટંકારા ખાતે ટંકારા તાલુકા મંડળની કાર્યશાળા પુર્વ જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, સહ સંયોજક અરવિંદભાઈ વાસદડીયા તથા મંડલ પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રુપસિંહ ઝાલા,ગણેશભાઈ નમેરા, પ્રભુભાઇ કામરીયા, નથુભાઈ કડીવાર, તાલુકાના પંચાયત ઉપપ્રમુખ અરવિંદભાઇ દુબરીયા, પ્રવિણભાઇ લો, મહેશભાઈ લીખીયા તથા મંડલ ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, તાલુકા-જિલ્લા પંચાયત સભ્ય, શકિત કેન્દ્ર સંયોજક તથા કાર્યક્રમ ઈન્ચાર્જ, સહ ઇન્ચાર્જ ઉપસ્થિતિમાં યોજાયેલ છે.

આ કાર્યક્રમમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સર્વ રોગ નિદાન કેમ્પ, ચિત્ર સ્પર્ધા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પ્રદર્શની, વિષયે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમ સંચાલન દિનેશભાઈ વાધડીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular