Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજની કામગીરીના પગલે પાણીની લાઇન શિફ્ટિંગ કરાશે,...

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજની કામગીરીના પગલે પાણીની લાઇન શિફ્ટિંગ કરાશે, સામાકાંઠા અને આસપાસના વિસ્તારમાં રહેશે પાણીકાપ

Advertisement
Advertisement

મોરબીના મયુર પુલથી ગોપાલ સોસાયટી ચોકડી તેમજ ફ્લોરા હોમને જોડતા રોડ પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પિલર નિર્માણની કામગીરીના ભાગરૂપે આ સ્થળેથી મહાનગરપાલિકાની પીવાના પાણીની પસાર થઈ રહેલી લાઈન બ્રિજની કામગીરીમાં પણ નડતરરૂપ બની રહી છે, તેમજ પાણીની લાઈનમાં ભંગાણ થવાની શક્યતાઓ છે જે શક્યતાને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ કામગીરીના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહે તેવી શક્યતાઓ છે. તા. 18 થી 22 દરમિયાન આ કામગીરી કરવાની હોવાથી સામાકાંઠે, કેસર બાગ સંપ અને નજરબાગ હેડ વર્કર્સ લાઈન આવતા વિસ્તારોમાં બે દિવસ તેમજ ઉમા ટાઉનશીપ હેડ વર્કરમાં આવતા વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી પાણી વિતરણ કામગીરી અટકાવવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને આગોતરું આયોજન કરવા તાકીદ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular