Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાફિક જામ અને ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાફિક જામ અને ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. જેના કારણે ખાનગી પેસેન્જર વાહનો અને એસ.ટી. બસો પિકઅપ સ્ટેશન નજીક ઊભી રહે છે. પરિણામે મુસાફરોને ઊભા રહેવાની પૂરતી જગ્યા મળતી નથી.

આ ઉપરાંત, પિકઅપ સ્ટેન્ડ પાસે નિયમિત કચરો ન સાફ થતો હોવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ પરિસ્થિતિથી પરેશાન મુસાફર મનુભાઈ પટેલે માગ કરી છે કે, અહીં આડેધડ કચરો નિકાલ ન થાય અને નિયમિત સફાઈ થાય.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular