HomeGujaratઆયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળ સારવાર

આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળ સારવાર

મોરબીની આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક ગંભીર કેસ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો છે. રાત્રે 26 વર્ષના દર્દી ઈમરજન્સી વિભાગમાં બેભાન હાલતમાં પહોંચ્યા હતા. તપાસ દરમ્યાન ડોક્ટરે તાત્કાલિક નિર્ણય લઈને દર્દીને વેન્ટીલેટર પર મુક્યાં હતા.

આગળની તપાસમાં જણાયું કે, દર્દીને મેનિન્જાઇટીસ નામનું ગંભીર મગજનું ઇન્ફેક્શન લાગ્યું હતું. ડૉ. જાડેજા અને તેમની ટીમની નિષ્ણાંત સારવારથી 36 કલાકમાં દર્દી વેન્ટીલેટર પરથી ઉતરી ગયા અને માત્ર પાંચ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરી હોસ્પિટલમાંથી રજા મળી હતી.

આ ઘટનાથી ડો. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે અને વધુ એક દર્દીને નવજીવન મળ્યું છે.

RELATED ARTICLES

Most Popular