HomeGujaratમોરબીના મહેન્દ્રનગરના મોક્ષધામમાં 'પ્રાર્થના હોલ' નું લોકાર્પણ

મોરબીના મહેન્દ્રનગરના મોક્ષધામમાં ‘પ્રાર્થના હોલ’ નું લોકાર્પણ

હંસરાજભાઈ જેરામભાઈ કૈલા ની પ્રેરણા અને તેમના પુત્ર જીગ્નેશભાઈ કૈલા ના રૂ. ૧૭,૫૧,૦૦૦ ના આર્થિક સહયોગથી મહેન્દ્રનગર મોક્ષધામ ખાતે આધુનિક પ્રાર્થના હોલનું નિર્માણ કરાયું છે.

આજે તા. ૦૨ ને ગુરુવાર, વિજયાદશમીના શુભ દિવસે મહંત દામજીભગત (નકલંકધામ, બગથાળા) તથા મહંત ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ, મહેન્દ્રનગર) ના વરદ હસ્તે આ પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જીગ્નેશભાઈ કૈલાએ પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી અને સૌએ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular