HomeGujaratવાંકાનેર–મોરબી વચ્ચે 5 ઓક્ટોબરે તમામ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર–મોરબી વચ્ચે 5 ઓક્ટોબરે તમામ ડેમુ ટ્રેનો રદ

ટેકનિકલ કારણોસર ૫ ઓક્ટોબર ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા કરવામાં આવ્યો છે.

રદ કરાયેલી ટ્રેનોમાં મોરબી–વાંકાનેર રૂટની ટ્રેન નં. 79452, 79442, 79454, 79444, 79446, 79448 અને વાંકાનેર–મોરબી રૂટની ટ્રેન નં. 79441, 79443, 79453, 79445, 79447, 79451 નો સમાવેશ થાય છે.

રેલ યાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાની મુસાફરીની યોજના કરતા પહેલા આ ફેરફારને ધ્યાનમાં લે અને ટ્રેનોના સંચાલન સંબંધિત અપડેટ્સ માટે અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

RELATED ARTICLES

Most Popular