મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા જણાવ્યું છે કે, ૦૭ ઓક્ટોબર મંગળવારના રોજ ફીડર મેન્ટેનન્સ કાર્યને કારણે વિજ પૂરવઠો અવરોધિત રહેશે.
વિભાગના નાયબ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટીંબડી જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 1:00 સુધી બંધ રહેશે. આ દરમિયાન ફીડરમાં આવતા વિસ્તારોમાં જૂની ટીંબડી, નવી ટીંબડી, જુના ધરમપુર, નવા ધરમપુર ઉપરાંત રોડ પર આવેલાં તમામ કોમ્પ્લેક્સો અને રહેણાંક, વાણિજ્યિક તથા ઔદ્યોગિક (HT) વીજ જોડાણો પર વિજ પૂરવઠો સ્થગિત રહેશે.
નાયબ ઇજનેર જણાવવામાં આવ્યું છે કે, મેન્ટેનન્સ કાર્ય પૂર્ણ થયા પછી વિજ પુરવઠો કોઈ આગાહી વગર ફરી ચાલુ કરવામાં આવશે. જનતાને અનાવશ્યક અસુવિધા ટાળવા માટે સમયસર વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે.
મોરબી ઔદ્યોગિક પેટા વિભાગે જાહેર કરવામાં આવ્યું છે કે, આવનારા દિવસોમાં આવા મેન્ટેનન્સ કામગીરી માટે અગાઉથી સૂચના આપવામાં આવશે અને સામાન્ય જનતા તથા વેપારી સંગઠનો સમયસર પોતાનો વ્યવસાય અનુરૂપ આયોજન કરે.




